Tumgik
Text
1726.
ખીચડી ને ભાખરી , અથાણાંના છોડિયાડાળાં ને ગરમર ને છાશ ભર્યા છાલિયામાથેથી ચીભડાંનું શાકમોસાળે માણેલા વૈભવની યાદમને શૈશવનાં દિવસો , તું આપ. ઘરની પછીતે એક માટીનો ચૂલોને પીંડો એક લોટ મામી બાંધેમામી વણે ને મામા ભાખરીઓ ચોડવેને સાથે મળીને વાળુ રાંધેભાણિયા જમે એમાં કેટલાય બ્રાહ્મણનેપ્રેમે જમાડ્યાનું માપ !મને શૈશવનાં દિવસો , તું આપ. ડુંગળીને હાથ વડે ભાંગીને ખાતાને ક્યારેક ખાતાં’તાં અમે ગોળખીચડીમાં બે…
View On WordPress
1 note · View note
Text
1725.
વૃક્ષ પર કવિતા લખવાનું માંડી વાળ્યું છે હવે મેં કેમ કે જે વૃક્ષ પર લખું છું એના ઝરતાં પુષ્પોની કવિતા, થૈ જાય બીજે દિવસે એનું છેદન ! કવિતાના આનંદ પર ફરી વળે છે વિષાદની છાયા. વૃક્ષ પર કવિતા લખવાનું માંડી વાળ્યું છે હવે મેં. ~ પ્રવીણ ગઢવી
View On WordPress
0 notes
Text
1724.
તમે આવો, પ્રતીક્ષા છે, ઘણી વાતો અધૂરી છે;સમયના હાથ પીળા છે, ઘણી વાતો અધૂરી છે. પવનનું મૌન કે આ સાંજની આંખો કહી શકશે?અધરને કેમ બિડ્યા છે? ઘણી વાતો અધૂરી છે. મળીને બેસવું છે ને તમારે? તો સમય કાઢો;અમારી એ જ ઈચ્છા છે, ઘણી વાતો અધૂરી છે. તમે જે કહી હતી એ તો શમેલી લાગતી’તી હોં;નવી પાછીય પીડા છે? ઘણી વાતો અધૂરી છે. બધું મોટું કદાચિત આપણે ચર્ચી ગયા છેલ્લે;છતાં બાકી સમીક્ષા છે, ઘણી વાતો અધૂરી…
View On WordPress
1 note · View note
Text
1723.
જીવન જ્યારે સુકાય ત્યારે કરુણાધારે આવોસકળ માધુરી સુકાય જાય, ગીતસુધારસે આવો કર્મ પ્રબળ આકારે જ્યારે, ગાજે-ઘેરે ચારે કોરથી ત્યારેહૃદયપ્રાંગણે હે જીવનનાથ! શાંત પગલે આવો દીન બની મન મારું જ્યારે ખૂણે પડી રહે થાકીને ત્યારેદ્વાર ખોલી હે ઉદાર નાથ! વાજતે ગાજતે આવો વાસના ધૂળ ઊડાડીને જ્યારે અંધ કરે આ અબોધને ત્યારેહે પવિત્ર, હે અનિંદ્ર, રુદ્ર તેજે આવો! ~ રવીન્દ્રનાથ ટાગોર
View On WordPress
1 note · View note
Text
1727.
મતદાર હવે તારો વારોઆ લોકશાહીનો છે ધારોતું જાગ હવે તો જયવારોને જાગ તો જ હો જયવારો…હો ચારેકોર ભલે જાળોમત ને મતાંતર ના ભાળો !તું સજ્જ થઈ નીકળે બા’રોને જાગ તો જ હો જયવારો…આ દેશ આપણો, રાજ વળીદઈને મત, જા પરભાત ભણીભારત નામે સૌ લલકારોને જાગ તો જ હો જયવારો…રાજા છો તું, તું છે પ્રજામતદાન કરી, દે અજવાળાઆ રાજમાર્ગ તારો મારોને જાગ તો જ હો જયવારો…~ લતા હિરાણી
View On WordPress
0 notes
Text
1726.
વિરાટનો હિંડોળો ઝાકમઝોળકે આભને મોભે બાંધ્યો દોર;વિરાટનો હિન્ડોળો… પુણ્યપાપ દોર ને ત્રિલોકનો હિન્ડોળોફરતી ફૂમતડાંની ફોર; ફૂદડીએ – ફૂદડીએ વિધિના નિર્માણમન્ત્રટહુકે તારલિયાના મોર :વિરાટનો હિન્ડોળો ઝાકમઝોળ ~ ન્હાનાલાલ (વિશ્વગીતા)
View On WordPress
0 notes
Text
1725.
ડુંગરેથી દદડી છે મારી પાંચ – સાત ઈચ્છાઓ, હવે જોઈએ કે ક્યાં ક્યાં ઊભીને પો’રો ખાય છેકારણ વિનાની એ ડુંગરે ચડી’તી, હવે જોઈએ કે ક્યાં ક્યાં થઈને એ ક્યાં જાય છે  ! ઈચ્છાને મૂળ તો દરિયો ખૂંદવો’તો પણ એને નદીઓએ ડુંગરે ચડાવી,નદીઓ કહે કે હવે વહેતી થઈ જા અને ધક્કો મારીને દદડાવી !ઈચ્છાઓ અલગારી બે કાંઠાની વચ્ચેથી ખળખળતી ઝળહળતી દરિયો શોધવાને વહેતી જાય છે . પછી દૂર દૂર દેખાતી જળની રેખાને કેવાં ઉછળતાં મોજાં…
View On WordPress
0 notes
Text
1724.
સાવ કોરો કાગળ જોઈએ મારે ને એમાં મારું સ્થાન ને મારી દિશા હું જ નક્કી કરું. લીટીઓ દોરી આપે કોઈ મારા રસ્તાની એ વાત મને મૂળે જ અસ્વીકાર્ય મારા શબ્દોને કોઈ કહે એમ ખસવાનું એટલું જ ચડવાનું કે ઉતરવાનું મને મંજૂર નથી એક પણ અક્ષર સીધી લીટી જેવો નથી એક એક અક્ષર નોખો એક એક માનવી અનોખો પર્વત, શિખર, નદી, ઝરણાં, તરણાં ઈશ્વરે એને ક્યાંય લીટીઓથી બાંધ્યા નથી હું એટલે મારામાં વહેતું ઝરણું મારામાં…
View On WordPress
1 note · View note
Text
1723.
તેજને તાગવા, જાગ ને જાદવાઆભને માપવા, જાગ ને જાદવા એક પર એક બસ આવતા ને જતામાર્ગ છે ચાલવા, જાગ ને જાદવા આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય નાભેદ એ પામવા, જાગ ને જાદવા શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છેફૂલવા ફાલવા, જાગ ને જાદવા ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવુંએટલું જાગવા, જાગ ને જાદવા આપણે, આપણું હોય એથી વધુઅન્યને આપવા, જાગ ને જાદવા હું નથી, હું નથી, એમ જાણ્યા પછીઆવવા ને જવા, જાગ ને જાદવા – મનહર મોદી
View On WordPress
1 note · View note
Text
1722.
રે’શું અમે ય ગુમાનમાંહરિ સંગ નહીં બોલીએ ખોલીશું બારણાં ને લેશું ઓવારણાં,આવકારા દેશું સાનમાં;હરિ સંગ નહીં બોલીએ આસનિયા ઢાળશું ને ચરણોમાં પખાળશું,આંખ્યું ઉલાળશું તોફાનમાં;હરિ સંગ નહીં બોલીએ લાપસિયું ચોળશું ને વીંઝણલા ઢોળશું,મુખવાસા દેશું પાનમાં;હરિ સંગ નહીં બોલીએ મીરાં કે અંતમાં, આ ભરવસંતમાં,જીવતર દઈ દેશું દાનમાં;હરિ સંગ નહીં બોલીએ – રમેશ પારેખ
View On WordPress
1 note · View note
Text
1721.
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી:મને હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. ન ધરા સુધી,ન ગગન સુધી,નહી ઉન્નતિ,ન પતન સુધી,અહીં આપણે તો જવુ હતું, ફકત એકમેકના મન સુધી. હજી પાથરી ન શકયું સુમન પરિમલ જગતના ચમન સુધી,ન ધરાની હોય જો સંમતિ, મને લૈ જશો ન ગગન સુધી. છે અજબ પ્રકારની જીદંગી, કહો એને પ્યારની જીદંગી ;ન રહી શકાય જીવ્યા વિના, ન ટકી શકાય જીવન સુધી. તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે…
View On WordPress
0 notes
Text
1720.
એક ઉંમર પછી, કાંઇ ઓશિકા ન ભિંજાય,સ્હેજ આંખ ભિની થાય, તો ય રડવુ કહેવાય, કાંઇક પાલવનો છેડો, કે બુશર્ટનો કોલર,એમ હળવેથી લૂછાય, એને રડવુ કહેવાય, સ્હેજ ઓછું આવે કે નજર ધુંધળાય,પાંપણ જો કોઈની, એમજ ઢળતી જાય,યાદ આવે જો એની, એને રડવુ કહેવાય, ન નદીયું ભરાય, ન દરિયાએ થાય,ભલે ટપકે ન આંખો, તો ય રડવુ કહેવાય, ન ઢગલો લખાય, ન ઝાઝુંય બોલાય,થોડો સાદ જો દબાય, તો ય રડવુ કહેવાય, એક ઉંમર પછી, કાંઇ ઓશિકા ન…
View On WordPress
0 notes
Text
1719.
કાણાને કાણો કે’વાની માથાકૂટમાં પડતો નહિ ,તારું જોજે, તું બીજાની માથાકૂટમાં પડતો નહિ. ખાલી મળતા એકલદોકલ મિત્રોમાં રાજી રે’જે,મારું માને તો ટોળાંની માથાકૂટમાં પડતો નહિ. મન ફાવે તો બબ્બે દર્પણ જોડે રાખી ફરજે તું,પણ તું પાછો બે મોઢાની માથાકૂટમાં પડતો નહિ. શ્રદ્ધા, કેવળ શ્રદ્ધા રાખી ઈશ્વરને તું જપજે બસ,માળાની અથવા મણકાની માથાકૂટમાં પડતો નહિ. તું તારા કદમોને સીધાં રાખે તો એ પૂરતું છે,રસ્તાને સીધો…
View On WordPress
1 note · View note
Text
1718.
અહમ્ ત્યાગી જુઓ તો આંખનું દર્પણ ઘણું કહેશે,વિકલ્પોમાં સજી રાખેલ સૌ વળગણ ઘણું કહેશે. પ્રણયની વાત છેડી છે, કથાનો ક્યાં સમય પણ છે !નદી યમુના, વૃંદાવન, વાંસળી ને ધણ ઘણું કહેશે. હવે મીરાં અને મેવાડ અળગા થાય તોયે શું !તૂટેલા તાર, મંજીરા, ધધખતું રણ ઘણું કહેશે. અમે તો આજ કોલાહલ વચાળે મૌન થૈ બેઠા,અખંડાનંદ જેવા ધ્યાનનું સગપણ ઘણું કહેશે. સભામાં શાંતિ પ્રસરી ગૈ ચબરખી દાનની મળતા,અલૌકિક સૂર, શબ્દો, અર્થ ને…
View On WordPress
1 note · View note
Text
1717.
એ જ આશા રાખવામાં સાર છે,બંધ છે એ શક્યતાનું દ્વાર છે. આપણી બારી ઉઘાડી રાખીએ,તો બધે અજવાસ પારાવાર છે. લાગલું મીરાંપણું જ્યાં ઓગળે,વાંસળીનો એ પછી વિસ્તાર છે. આટલું ભળભાંખળું તો થઈ ગયું,ક્યાં હવે દિ’ ઉગવામાં વાર છે ? રંગ કેવો વૃક્ષ ઉપર ખીલશે !એક ટહુકા પર બધો આધાર છે. એ જતાં ને આવતાં વહેરે મને,શ્વાસને પણ બેઉ બાજુ ધાર છે. ~  હર્ષા દવે
View On WordPress
1 note · View note
Text
1716.
સ્વપ્નાં માં હવે રાચવા નું બંધ કર્યુંફરી પાછું કાચું કાપવા નું બંધ કર્યું તાપણું તો ઠરી ગયું કયારનું અહીંરાખનું રાબડું તાપવા નું બંધ કર્યું અંતર,ઉંડાણ બધું અમે માપી લીધુંમાણસનું મન બસ માપવા નું બંધ કર્યું રડવું છે તો રડવા દો મન મુકી એમનેસાંત્વન જેવું કંઇ આપવા નું બંધ કર્યું ચાલવા નું તો હવે મારી મરજી મુજબકોઇ ના તાલે એમ નાચવા નું બંધ કર્યુંનિરુપમ નાણાવટી
View On WordPress
1 note · View note
Text
1715.
પ્રભુ, મારી અંધારી રાત્યુંને દેજો તારલાજી,મારી અંજવાળી રાતડીને ચાંદ,કે ઊજળા દિનોને દેજો ભાણજી. – પ્રભુ મારી. પ્રભુ, મારી ફોરમને દેજો એનાં ફૂલડાંજી,મારા વગડાને દેજો એનાં ઝાડ,કે ધરતીને દેજો એનાં આભજી. – પ્રભુ મારી. પ્રભુ, મારી ચણને દેજો રે ચણનારજી,મારાં પાણીડાંને દેજો એનાં તીર,કે સમંદરને દેજો એના લોઢજી. – પ્રભુ મારી. પ્રભુ, મારા આંગણાને દેજો એનાં બાળુડાંજી,મારા ગોંદરાને દેજો રે તળાવ,કે ગાયોને…
View On WordPress
1 note · View note